ચા ના બે કપ

  • 1.9k
  • 610

જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટર કરતા આગળ નીકળી ગઈ – વાંચો હૃદયસ્પર્શી વાર્તા ‘ચા ના બે કપ’   સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા. સંતાનનું કાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાંજ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વ્રુક્ષ બની ગયું.