પિલ - વેબસિરીઝ

  • 2k
  • 1
  • 846

પિલ- રાકેશ ઠક્કર વેબસિરીઝ ‘પિલ’ જોયા પછી બે વાત કોઈપણ કહેશે. એક રિતેશ દેશમુખે કોમેડીને બદલે આવી ગંભીર ભૂમિકાઓ પર જ ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત કે ગાળો, અશ્લીલતા અને હિંસા વગર પણ વેબસિરીઝ બની શકે છે. ‘મિર્ઝાપુર 3’ થી જે મનોરંજનની આશા હતી એ પૂરી થઈ નથી ત્યારે ‘પિલ’ થી અપેક્ષા વધુ પૂરી થાય છે. કેમકે આ એક સંપૂર્ણ પારિવારિક વેબસિરીઝ છે.રિતેશ બોલિવૂડ અને મરાઠી સિનેમા પછી OTT ઉપર પહેલી જ વેબસિરીઝથી પ્રભાવ ઊભો કરવામાં સફળ રહ્યો છે. રિતેશ જ્યારે પણ ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓમાં આવ્યો છે ત્યારે સફળ જ રહ્યો છે. કોમેડી ટાઈમિંગ માટે જાણીતા રહેલા રિતેશ દેશમુખને