ભીતરમન - 1

(18)
  • 7.1k
  • 5
  • 4.7k

એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં હાથીદાંતની કોતરણીથી સુશોભિત હીચકામાં ઝૂલતા ઝૂલતા હું ચાની ચુસ્કી ભરી રહ્યો હતો. ચાના સ્વાદમાં ભૂતકાળની યાદો કંઈક એમ ભરી રહી હતી કે, એક એક ઘૂંટડે તુલસીની યાદ આજ મને વ્યાકુળ કરી રહી હતી. તુલસી એટલે મારી અર્ધાંગિની... તુલસીની યાદ આજ મારા મનમાં ખુબ ઉથલપાથલ મચાવી રહી હતી. આજ મારી પાસે બધું જ છે કોઈ જ વસ્તુની કમી નથી, જ્યાં આંગળી મુકું એ હું લઇ શકું છું સિવાય કે તુલસી... હા, હું તુલસી વિનાનું મારુ જીવન ખુબ જ એકલવાયું અનુભવું છું. હું મારા કર્મનું જ ફળ ભોગવું છું કે, મારે તુલસી