ભાગવત રહસ્ય - 105

  • 318
  • 136

ભાગવત રહસ્ય-૧૦૫   તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી. સંતને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતોમાં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.સંત બોલે તો – માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે. સંતો ના બીજા લક્ષણો માં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતોને જગતમાં કોઈ શત્રુ નથી. સંત સમજીને