ભાગવત રહસ્ય - 102

  • 538
  • 238

ભાગવત રહસ્ય-૧૦૨   શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય એ –રસ-છે.આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે. વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે. મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્યને માર ખવડાવે છે.   ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને ઘરમાંથી ઉંદરને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ