ભાગવત રહસ્ય - 101

  • 683
  • 302

ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમાં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.નિંદ્રા ના આવે તો –પથારીમાં આળોટશો નહિ,પથારીમાં બેઠા થઇ, માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણની સ્ત્રીનો શાપ છે.   કુંભકરણની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિને માર્યો, હવે હું ક્યાં જાઉં ? ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા જોવા જજે. કુંભકરણની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેરનો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં કથા