ભાગવત રહસ્ય - 96

  • 548
  • 246

ભાગવત રહસ્ય-૯૬   મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું. કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.   દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે, સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિએ વિચાર કર્યો-કે-ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે,પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે,