ભાગવત રહસ્ય-૯૧ દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે. “એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મના આચાર્ય થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોકના દર્શન કર્યા ? તો- તે કહે છે-ના –વૈકુંઠલોકના દર્શન અમે