મારા અનુભવો - ભાગ 3

  • 1.9k
  • 1.1k

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:" ️ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. મને બરાબર યાદ નથી. કદાચ ક્રમમાં અવળા-સવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલો. થાકીને લોથ થઈ ગયેલો. સૂરજ આથમવાને હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો. મારી સામે બે જ પ્રશ્ન રહેતા : એક તો બપોરે એક વાર સાદું ભોજન જમવાનો અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સુઈ જવાનો. બીજી કોઈ જરૂરિયાત ન હતી. ઈશ્વરસ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો.