ભાગવત રહસ્ય - 88

  • 540
  • 204

ભાગવત રહસ્ય-૮૮   દુર્જનનો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો –વિયોગ-દુઃખ આપે છે. ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.   ગંગાજીને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારાના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજીને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની ચરણરજ –આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !! પથ્થરોને જોતાં-વિદુરજીને પરમાત્મા યાદ