બે ઘૂંટ પ્રેમના - 25

  • 2.1k
  • 1
  • 1k

પંદર દિવસ સુધી સખત મહેનત અને પ્રેક્ટીસ કર્યા બાદ આખરે એ સમય આવી જ ગયો જ્યાં સ્ટેજ પર રિયા અને કરન ડાન્સ પરફોર્મન્સ કરવાના હતા. " કરન આર યુ ઓકે? આના પર્ફોમન્સ બાદ આપણે જ પર્ફોર્મન્સ કરવાનું છે..." કરનનું આખુ શરીર ધ્રુજી રહ્યું હતું છતાં પણ હિંમત દાખવતા તેણે કહ્યું. " હા હા હું રેડી છું.. ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી..." " તો તારું આ શરીર કેમ ધ્રૂજે છે હે? કરન તું બસ એટલું યાદ રાખ કે હું હંમેશા તારી સાથે જ છું... ઓડિયન્સ શું વિચારશે?એ વિશે જરા પણ વિચાર કર્યા વિના બસ તું મારી સાથે એક થઈને ડાન્સ