બે ઘૂંટ પ્રેમના - 21

  • 1.6k
  • 1
  • 896

એક મહિના પછી એક દિવસ કોલેજના પ્રોફેસરે બધા સ્ટુડન્ટ્સને મેદાનમાં ભેગા થવા માટે કહ્યું. લોકો અનેક પ્રકારની અટકળો લગાવવા લાગ્યા ત્યાં પ્રોફેસરે આવીને જરૂરી ઘોષણા કરી." એકઝેક્ટ એક મહિના પછી આપણી કોલેજ સિલ્વર ઝુબ્લી ઉજવવા જઈ રહી છે, અને આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો કમ્પલસરી છે....જેમાં ડાન્સ, સિંગીગ, ડ્રામા જેવી અનેકો એક્ટિવિટી સામેલ છે...તમને જેમાં યોગ્ય લાગે તમે એમાં ભાગ લઈ શકો છો....પણ યાદ રાખજો આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સે ભાગ લેવો જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ...." પ્રોફેસરની સૂચના સાંભળ્યા બાદ બધા પોતપોતાના ગ્રુપમાં વાતો કરવા લાગ્યા. જ્યાં કેટલાક સ્ટુડન્ટ્સ ખુશ હતા તો કેટલાક સ્ટુડન્ટ્સ નાખુશ થઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.