ભાગવત રહસ્ય - 80

ભાગવત રહસ્ય-૮૦   વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે. વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)   વિચાર-પ્રધાન લોકો-જ્ઞાન માર્ગ પસંદ કરે છે. ભાવના –પ્રધાન લોકો-કે જેમનું હૃદય કોમળ છે-તે ભક્તિ માર્ગ પસંદ કરે છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે-ત્યાં –તીવ્ર-શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ.તીવ્રતા વગરની