ભાગવત રહસ્ય-૭૧ પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહિ.કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ? હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો. પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે. (૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા. આ ચાર સ્થાનો આપ્યાં –પણ – કળિને સંતોષ થયો નહિ. કળિ કહે છે-આ ચાર સ્થાનો ગંદા છે-કોઈ સારું સ્થાન રહેવા આપો.તેથી પરીક્ષિતે તેને –સુવર્ણ ((સોનું)માં રહેવાનું સ્થાન આપ્યું.સોનાને આમ તો