ભાગવત રહસ્ય-૭૦ પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે. બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. આ ચાર સદગુણોનો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે. આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે. ધર્મ –ત્રણ પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું-ત્રેતાયુગ.(અહીં સત્ય-ગયું) ધર્મ -બે પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું –દ્વાપરયુગ.(અહીં-સત્ય અને તપ ગયાં) ધર્મ -જયારે માત્ર એક પગ