ભાગવત રહસ્ય - 69

ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને -ધર્મરાજાને કહી રહ્યો છે- “મોટાભાઈ-ચાર મહિના દુર્વાસાની સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા. દુર્વાસના રાજમહેલમાં જ ત્રાસ આપે તેવું નથી,દુર્વાસના તો વનમાં પણ ત્રાસ આપે છે. તેનાથી શ્રીકૃષ્ણ જ બચાવી શકે. શ્રીકૃષ્ણ વિનાનું જીવન હવે મને વ્યર્થ લાગે છે.ભારરૂપ લાગે છે.”   યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ-ગમનની અને યદુવંશના વિનાશની વાત અર્જુન પાસે થી સાંભળી, સ્વર્ગારોહણ નો નિશ્ચય કર્યો.પરીક્ષિતને રાજગાદી સોંપી દીધી.અને પાંડવોએ-દ્રૌપદી સહિત હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથની આગળ નિર્વાણપથ(રસ્તો) છે. જે પથે –શુકદેવજીએ –શંકરાચાર્યે-પ્રયાણ કર્યું છે. તે પથ લીધો છે.ચાલતાં ચાલતાં-સહુથી પહેલાં પતન દ્રૌપદીનું થયું. તે પતિવ્રતા હતાં પણ