ભાગવત રહસ્ય-૬૨ 'સુખકે માથે શિલ પડો, હરિ હૃદયસે જાય, બલિહારી વહ દુઃખકી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય' હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે-કે-સીતાજીને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદમાં છે. 'કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ' (જયારે તમારું ભજન-સ્મરણ ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું–એવું હનુમાનજી કહે છે) મનુષ્યને બહુ સુખ મળે તો તે પ્રમાદી થાય છે.અને ભાન ભૂલે છે. એક શેઠ હતા. પહેલાં લાલાજીની સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા. તે