ભાગવત રહસ્ય - 61

  • 728
  • 312

ભાગવત રહસ્ય-૬૧   કુંતાજી –દુઃખના દિવસો- અને એ દિવસોમાં પ્રભુએ કરેલા ઉપકારોને- ભૂલ્યા નથી.કુંતાજી કહે છે-પ્રભુએ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખમાંથી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.   કુંતાજી –પ્રભુના ઉપકાર સુખમાં ય ભૂલ્યા નથી, જયારે અતિ સુખમાં માનવી ભાન ભૂલે છે.જીવ પર પ્રભુ ના અનેક ઉપકાર છે,પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. જરા વિચાર કરો—તમને જે આ ધન મળ્યું છે-તમને જે આ સુખ સંપત્તિ મળી છે-તેના માટે તમે લાયક છો કે નહિ ? તમારા અંતઃકરણને પૂછો. તો –જવાબ એ