ભાગવત રહસ્ય - 56

ભાગવત રહસ્ય-૫૬   વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર શકશે નહિ.જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”   બહુ વિચારને અંતે તેમને લાગ્યું કે-આવો લાયક તો મારો પુત્ર શુકદેવ જ છે. શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે, અપ્સરા રંભા પણ શુકદેવજીને ચળાવી શકી નથી. “નારીઓમાં તો રંભા જ” એમ જે કહેવાય છે-તેવી રંભા –શુકદેવજીને ચળાવવા આવી છે. શુકદેવજીને કહે છે કે-તમારુ જીવન વૃથા