ભાગવત રહસ્ય - 54

  • 528
  • 204

ભાગવત રહસ્ય-૫૪   પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને મૃત્યુની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.   “જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ” જન્મ દુઃખ મય છે-વૃદ્ધાવસ્થા દુઃખ મય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે –જાગો-જાગો.   આ -દુઃખોને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ