ભાગવત રહસ્ય - 53

  • 646
  • 220

ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો –તે અભિમાની થાય છે.અયોગ્ય વ્યક્તિને ધન મળે તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્રને મળે તો –એ સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.   સંતનો ઉપદેશ લેવા-લાયક થઇશું તો આપણ ને કોઈ સંત આવીને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ મળે છે.અધિકાર વિના-સંત મળે તો –તેના તરફ સદભાવ જાગતો નથી .(સંતની-ખોડ-ખાંપણ જ દેખાય છે.) સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત(સત્સંગ) મળે છે.જ્યાં સુધી મન શુદ્ધ થશે નહિ-ત્યાં સુધી પ્રભુ-કૃપા થશે નહીં.