ભાગવત રહસ્ય - 51

  • 536
  • 214

ભાગવત રહસ્ય-૫૧ નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગતમાં ફરું છું. નાદ સાથે કિર્તન કરું છુ.હું જગતમાં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઇ જઉં છું.સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવોને –આવા ભક્તોને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું. સત્સંગમાં મેં ભગવત કથા સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમને પુષ્ટ કર્યો. હવે હું જયારે –ઈચ્છું ત્યારે કનૈયો-મને ઝાંખી આપે છે.મારી સાથે કનૈયો નાચે છે. હું કનૈયાનું કામ કરું છું –તેથી-તેને