ભાગવત રહસ્ય - 42

  • 790
  • 364

ભાગવત રહસ્ય-૪૨   શ્રીકૃષ્ણના સ્વ-રૂપનું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે. શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.   ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથાઓનું શ્રવણ કરવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે.ધર્મ નું સ્થાપન