ભાગવત રહસ્ય - 39

  • 862
  • 472

ભાગવત રહસ્ય-૩૯   વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે. શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે) નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.       કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાનને મળવાની –તીવ્ર-આતુરતા છે-“ એવી ભાવના કરો તો કૃષ્ણના દર્શન થાય.   પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે.પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.શૌનક મુનિએ સૂતજીને કહ્યું-ભગવત કથામાં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોનાપુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના