ભાગવત રહસ્ય - 38

  • 286
  • 74

ભાગવત રહસ્ય-૩૮             ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.   (પરમાત્માએ આપણને મન-રૂપી ચક્ર આપ્યું છે-જે સતત ગતિશીલ રહેતું હોય છે--કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે. અને જો મન રૂપી- ચક્ર -સ્થિર થાય- તો જ- તપ –સાધન થઇ શકે) આ નૈમિષારણ એ સાત્વિક ભૂમિ છે. તેમાં અઠ્યાસી હજાર ઋષિઓનું બ્રહ્મ-સત્ર થયું છે.