ભાગવત રહસ્ય - 19

  • 944
  • 422

ભાગવત રહસ્ય-૧૯   ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.   પરમાત્મા શ્રીકૃષ્ણનું નામ સ્વરૂપ –એ જ આ ભાગવતશાસ્ત્ર છે,જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે.     પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી –નામી -પરમાત્મા- સાથે સંબંધ