ભાગવત રહસ્ય-૧૮ ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે. નારદજી હાથ જોડીને બેઠા છે.ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે. જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઇ આવે છે.સત્કર્મ બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે. કથાના