ભાગવત રહસ્ય - 11

  • 902
  • 492

ભાગવત રહસ્ય-૧૧   શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.જન્મ thથતાંવેંત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજીની પત્નીનું નામ વાટીકાજી છે.વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે. વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.   વ્યાસજી સમજાવે છે કે-જે આપણને ખુબ ગમે તે પરમાત્માને અર્પણ કરવું. તો જ આપણે પ્રભુને ગમીએ. ઘણા એવા હોય છે કે જે કાપડ ગમતું ના હોય તે ગોર મહારાજને આપે છે. ગોર મહારાજમાં ભગવાનની ભાવના રાખી અર્પણ કરવાનું હોય