ભાગવત રહસ્ય - 10

  • 1.5k
  • 884

ભાગવત રહસ્ય - ૧૦   વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.   પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું