ભાગવત રહસ્ય - 8

  • 1.7k
  • 1.1k

ભાગવત રહસ્ય-૮   કથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં – ‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.   ભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્રમાં –શક્તિ-સાથે –પરમાત્માની પૂજા કરવાનું બતાવ્યું છે.દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી