ભાગવત રહસ્ય - 6

  • 852
  • 1
  • 436

ભાગવત રહસ્ય-૬   ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે. તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.   પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જઈ મૂકી આવવાનું? ના..તેવું કરવાનું નથી.પણ આ જે કંઇ છે તે ભગવાનનું છે,મારું નથી-એવી