ભાગવત રહસ્ય - 4

  • 1.4k
  • 908

ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II (જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ)   પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહેલા છે.—સત્—ચિત્—આનંદ . સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્ છે પણ આનંદ નથી,જીવમાં સત્ પ્રગટ છે,પણ–આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે. આમ આનંદ પોતાનામાં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધનમાં કે જડ પદાર્થોમાં આનંદ નથી.જીવમાં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે. દૂધમાં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ