પ્રેમ સમાધિ - પ્રકરણ-91

(14)
  • 1.8k
  • 3
  • 1.1k

પ્રેમ સમાધિ પ્રકરણ-91 કલરવ ગંભીર મુદ્રા સાથે નીચે આવ્યો એનાં મનમાં માયાનાં મીસકોલની વાત હતી હજી હમણાં સુધી સ્વર્ગીય આનંદને અનુભવમાં હતો કેવી મજાની પ્રણય મસ્તી હતી અને આ મીસકોલ જાણે હવનમાં હાડકું બનીને આવ્યાં. માયા મને શા માટે ફોન કરે ? એની પાસે મારો નંબર કેવી રીતે આવ્યો ? એ માનસિક ગડમથલ સાથે નીચે આવ્યો..... કાવ્યાએ એનાં પ્રણય પ્રચુર મૂડમાં કલરવને રાજ્જા.. કહીને બોલાવ્યો પછી કલરવની મુખમુદ્રા જોઇ પૂછ્યું “આમ કેમ આટલો ગંભીર ? શું થયુ ? પાપાનો ફોન કંઇ આવ્યો ? મારાં ઉપરતો નથી આવ્યો.. પાપા હમણાં ફોન નાં કરે.. શું વિચારોમાં છે તું ?” કલરવે કહ્યું "કાવ્યા..”