કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી અને જે મોહરૂપી અંધકારથી ઘેરાયેલો છે, તે દેહાભિમાની જીવ આ પંચભૌતિક શરીરમાં ‘હું’ અને ‘મારા’ પણાની દૃષ્ટ ભાવના કરી લે છે. પરંતુ આત્મા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આદિથી સર્વથા પૃથક છે, તેથી બુદ્ધિમાન પુરુષે શરીરમાં આત્મબુદ્ધિ કરવી ન જોઈએ. આ શરીર અનાત્મા હોવાથી એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા પુત્ર, પૌત્ર આદિમાં મમત્વ ન રાખવું જોઈએ. મનુષ્ય સર્વ કર્મો શરીરના ઉપભોગ માટે જ કરે છે; પરંતુ જયારે આ દેહ પુરુષથી ભિન્ન