પ્રેમ સમાધિ - પ્રકરણ-88

(13)
  • 1.8k
  • 2
  • 1.1k

પ્રેમ સમાધિ પ્રકરણ-88 વરસાદી જળમાં ભીંજાયેલાં કાવ્યા કલરવનાં તન અને પ્રેમભીનાં હૈયાં હવે વ્યાકુળ થવા લાગેલાં થરથરતાં અને ધ્રૂજતાં લાલ લાલ હોઠ એકબીજાની તરસ છીપાવી રહેલાં.. કલરવ કાવ્યાની કેડ ફરતે હાથ વીંટાળીને બોલ્યો “મારી કાવ્યા હવે તન પરથી કાબૂ છૂટી રહ્યો છે હાથ મારાં બેકાબૂ થઇ રહ્યાં છે તારાં તનનાં એક એક અંગને સ્પર્શવા માણવા. મારું મન થનગની રહ્યું છે...” “કાવ્યા મારાં મનની સીમા મર્યાદા ઓળંગવા મને મજબૂર કરી રહી છે લગ્ન પહેલાં કશુંજ નહીં એ મારાંજ વિચાર નિર્ણય મને મારાં આ આવેશથી લપસાવી રહ્યાં છે અને બંડપોકારી તને માણવા તલસી રહ્યો છું કાવ્યા શું કરું મારાં તનમનનાં પ્રેમનાં આવેશમાં