ચોરોનો ખજાનો - 66

  • 1.5k
  • 816

તેઓ પહોંચી ગયા સિરતનું જહાજ પેલા પોર્ટલમાંથી પસાર થઈ રહ્યું હતું. અંધકાર તેઓને દરેક દિશાએથી ઘેરી વળ્યો હતો. અચાનક જહાજની ગતિ વધી. એવું લાગ્યું કે કોઈ બહારની તાકાત જહાજને નીચે તરફ ખેંચી રહી હતી. કદાચ તેઓને હવે આ પોર્ટલમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હતો. જ્યારે રાજ ઠાકોરને એવું લાગ્યું કે હવે આ પોર્ટલ પૂરું થવામાં છે એટલે તેણે જહાજની ડિસ્પ્લે ઉપર નજર કરી. હજી સુધી તેણે ઓક્સીજન કીટ લગાવેલી હતી. તેણે ધીમેથી પોતાની સિટનો સિટબેલ્ટ ખોલ્યો અને જાળવીને ઉભો થયો. ઊભા થઈને તેણે ડિસ્પ્લેની નીચે રહેલા અમુક બટન દબાવ્યા. જહાજ કંઇક અલગ રીતે હરકતમાં આવ્યું. એવું લાગ્યું જાણે કોઈ