નારદ પુરાણ - ભાગ 33

  • 1.2k
  • 1
  • 410

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, ઉત્તમ અધ્યાત્મજ્ઞાન સાંભળીને નારદ ઘણા પ્રસન્ન થયા. તેમણે ફરીથી પ્રશ્ન કર્યો.”         નારદ બોલ્યા, “હે દયાનિધે, મનુષ્યને આધ્યાત્મિક આદિ ત્રણે તાપોનો અનુભવ થાય, તેવો ઉપાય જણાવો.”         સનંદન બોલ્યા, “વિદ્વન, ગર્ભમાં, જન્મકાળમાં અને વૃદ્ધત્વ આદિ અવસ્થાઓમાં પ્રકટ થનારા ત્રણ પ્રકારના દુઃખસમુદાયની એકમાત્ર અમોઘ તેમજ અનિવાર્ય ઔષધી ભગવાનની પ્રાપ્તિ જ માનવામાં આવી છે. ભગવત્પ્રાપ્તી થતી વેળાએ આવા લોકોત્તર આનંદની અભિવ્યક્તિ થાય છે, જેના કરતાં વધારે સુખ અને આહલાદ ક્યાંય છે જ નહિ. હે મહામુને, ભગવત્પ્રાપ્તી માટે જ્ઞાન અને નિષ્કામ કર્મ-આ બે જ ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્ઞાન પણ બે પ્રકારનું છે: એમાંનું એક તો શાસ્ત્રના અધ્યયન અને