લવ યુ યાર - ભાગ 55

(12)
  • 2.9k
  • 3
  • 2k

બંનેએ ગરમાગરમ ઈડલી સંભાર જમી લીધાં અને પછી બંને જણાં ટીવી જોવા માટે બેઠાં. આજેપણ જેનીએ મીતને જમ્યા પછી રાત્રે અહીં પોતાના ઘરે જ રોકી લીધો. આમેય પોતાના ઘરે એકલા એકલા મીતને ઉંઘ આવતી નહોતી.આમ, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ ઘણાં દિવસો સુધી બપોરનું લંચ જેની મીત માટે ઓફિસમાં લઈને જ આવતી હતી અને સાંજનું જમવાનું જમવા માટે જેની તેને પોતાના ઘરે જમવા બોલાવતી હતી અને પછી તેને રાત્રિ રોકાણ માટે પોતાના ત્યાં જ રોકી લેતી હતી. સાંવરી ઘણીવાર મીતને જમવાનું શું જમ્યો અને સાચવજે બહારનું ન જમતો તેમ કહ્યા કરતી હતી અને તેને જમવા વિશે પૂછ્યા