હા, બા એકલી સુંદર રીતે જીવે છે. જીવવાની આદત પડી ગઈ છે. એકલતા શાને લાગે? તેનો કનૈયો તેની સંગે છે. પ્રવૃત્તિમય જીંદગીમાં એકલતા ન લાગે. જ્યારે પતિએ સાથ છોડ્યો અને બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત થયા, બસ ત્યારથી બાને એકલા જીવવાનું ગમે છે. જમાનાને પહેચાની તેની સાથે કદમ મિલાવી બાએ ફરિયાદ ન કરવાનું પણ લીધું છે. જરૂરિયાત ખૂબ ઓછી છે. બાળકો ઘરમાં સાથે નથી દિલમાં વસે છે. બાનું ધ્યાન પ્રેમથી રાખે છે. ખબર છે, ‘એકલા આવ્યા એકલા જવાના. પછી અફસોસ શાને ? બા, ઉમંગભેર એકલા જીવે છે. ચાલવામાં અને જીવવામાં મજા સમજે છે. બાએ સદા ચાલતા રહેવાની આદત કેળવી છે. ભલે