નારદ પુરાણ - ભાગ 32

  • 1.4k
  • 1
  • 514

સૂત બોલ્યા, “હે બ્રાહ્મણો, સનંદનનું મોક્ષધર્મ સંબંધી વચન સાંભળીને તત્વજ્ઞ નારદે ફરીથી અધ્યાત્મવિષયને લગતી ઉત્તમ વાત પૂછી.”         નારદ બોલ્યા, “હે મહાભાગ, મેં આપે જણાવેલું અધ્યાત્મ અને ધ્યાનવિષયક મોક્ષશાસ્ત્ર સાંભળ્યું. એ વારંવાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી. હે મુને, અવિદ્યાબંધનથી જીવ જે રીતે મુક્ત થાય છે, તે ઉપાય મને બતાવો. સાધુપુરુષોએ જેનો આશ્રય લીધેલો છે, તે મોક્ષધર્મનું ફરીથી વર્ણન કરો.”         સનંદન બોલ્યા, “હે નારદ, આ વિષયમાં વિદ્વાન પુરુષો પ્રાચીન ઈતિહાસનું ઉદાહરણ આપતા હોય છે. મિથિલામાં જનકવંશના રાજા જનદેવનું રાજ્ય હતું તે સમયને આ વાત છે. તેઓ સદા બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું જ ચિંતન કરતાં હતા. તેમના દરબારમાં એકસો