બે ઘૂંટ પ્રેમના - 13

  • 1.8k
  • 2
  • 1.2k

" આજ પણ લેટ?" અર્પિતા એ ફરિયાદ કરતા કહ્યું." આ ટ્રાફીકમાં ફસાઈ ગયો હતો એટલે નહિતર હું તો આજ તમારા પહેલા પહોંચી જ જવાનો હતો...." મેં આજ ફરી બહાનું આપ્યું." હા હા હવે જુઠ્ઠું ના બોલો...." " તો મારી ચા ઓર્ડર કરી?" ચેર પર બેસતા જ મેં પૂછી નાખ્યું. " હા તમારી ચા હમણાં આવી જશે એને તમારી જેમ લેટ આવવાની આદત જો નથી ને..." " લાગે છે આજ મેડમ પૂરી તૈયારી સાથે આવ્યા છે..." " લો તમારી ચા અને મારી કોફી પણ આવી ગઈ....થેંક્યું અંકલ... " ચાના બે ઘૂંટ પીતા જ મેં પૂછ્યું. " તો શું નક્કી કર્યું? હા