શ્રાપિત પ્રેમ - 6

  • 2.4k
  • 1.6k

રાધા એના જેલમાં આવી ગઈ હતી પણ ત્યાંનું વાતાવરણ થોડું ગરમ હતું. ક્યાંથી હવા આવવાની જગ્યા ન હતી અને તેમાં પંખા ની પણ વ્યવસ્થા ન હતી. તેની સાથે રહેતી પહેલી પાંચ કેદીઓએ પોતાનું ગાદલું પાથરી લીધું હતું અને તે જેલના સળિયા ની એકદમ સામે હતું એટલે તે લોકોને બહારથી થોડી ઘણી હવા આવી રહી હતી.એ લોકો ગાદલામાં સુતા હતા અને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે રાધા ત્યાં આવી ત્યારે ચંદા ઊઠીને બેસી ગઈ અને તેના તરફ જોઈને કહેવા લાગી. " તું ઓફિસમાં કેમ ગઈ હતી?"રાધા એ તેની વાતમાં ધ્યાન ન દીધું અને તેને ચૂપચાપ પોતાનું ગાદલ લીધું અને