અ - પૂર્ણતા - ભાગ 21

  • 2.4k
  • 1
  • 1.8k

વિકીની ફૂલ સ્પીડમાં જતી બાઈક અને સાથે તેના વિચારો, કોલેજમાં પ્રવેશતાં જ રેનાને જોઈ અટકી ગયાં. રોજે ભારતીય પહેરવેશમાં રહેતી રેના આજે બ્લેક જીન્સ અને તેના પર લાઈટ ગુલાબી કલરની શોર્ટ કુર્તીમાં હતી. તેના પર શોર્ટ ભરત ભરેલી કોટી પહેરેલી હતી જે વચ્ચેથી દોરીથી બાંધેલી હતી. વાળને ઊંચી પોનીમાં બાંધેલા હતાં. એક લટ ગાલને સ્પર્શીને લહેરાતી ખુલી મુકેલી હતી. હોઠો પર આછી ગુલાબી લિપસ્ટિક હતી. કામણગારી આંખો કાજળથી શોભતી હતી. પીઠ પાછળ એક બેગ લટકતું હતું. હાથમાં વોચ અને બીજા હાથમાં નાની પાંદડીની ડીઝાઈનવાળું સિલ્વર બ્રેસ્લેટ શોભતું હતું. આજ પહેલા રેનાને ક્યારેય જીન્સ પહેરતાં જોઈ ન હતી એટલે વિકી તેને