અનોખું બંધન - ભાગ 1

  • 4.4k
  • 1
  • 1.7k

સનસેટ પોઇન્ટ તો હજી દૂર છે! ગાડી અહીં કેમ રોકી દીધી! મારે સનસેટ જોવો છે, જલદી ચલો ને! મોડું થઇ જશે તો સૂર્યાસ્ત થઇ જશે! સૌમ્યાની વાતને સાંભળવા છતાંય મયંક કાર ત્યાં જ પાર્ક કરીને બહાર નીકળ્યો. મહાબળેશ્વર ફરવા આવ્યા ત્યારથી સૌમ્યા રસ્તામાં સતત બોલતી હતી. મંયક ચુપચાપ સાંભળતો પણ જવાબ ના આપતો. પરંતુ, અત્યારે કશું જ બોલ્યા વિના બહાર નીકળી ગયો. મયંકની પાછળ સૌમ્યા પણ કારની બહાર આવી. હજી થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયેલા. મયંક તેનાથી સતત દૂર રહેતો. ઘરના બધાના આગ્રહ ને લીધે બે દિવસ માટે મહાબળેશ્વર ફરવા આવ્યા હતા.મયંક પહાડોને જોતો, સિગરેટ સળગાવીને ધુમાડા કાઢતો