નારદ પુરાણ - ભાગ 31

  • 860
  • 2
  • 308

ભરદ્વાજ બોલ્યા, “આ લોક કરતાં ઉત્તમ એક બીજો લોક અર્થાત પ્રદેશ છે, એમ સંભળાય છે, પણ તે જાણવામાં આવ્યો નથી. તો આપ કૃપા કરીને તે વિષયમાં કહો.”         ભૃગુએ કહ્યું, “ઉત્તરમાં હિમાલય પાસે સર્વગુણસંપન્ન પુણ્યમય પ્રદેશ છે. તેને જ ઉત્તમ લોક કહેવામાં આવે છે. ત્યાંના મનુષ્યો પાપકર્મથી રહિત, પવિત્ર, અત્યંત નિર્મળ, લોભ-મોહથી શૂન્ય તથા ઉપદ્રવરહિત છે. ત્યાં સાત્વિક શુભ ગુણ હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં યોગ્ય સમયે જ મૃત્યુ થાય છે (અકાળે મૃત્યુ થતું નથી). ત્યાંના મનુષ્યોને રોગ સ્પર્શતો નથી. ત્યાં કોઈના મનમાં પારકી સ્ત્રી માટે લોભ હોતો નથી. તે દેશમાં ધન માટે બીજાંઓનો વધ કરવામાં આવતો નથી. ત્યાં કરેલા