ડાયરી સીઝન - 3 - પેટ સાફ તો સબ કુછ માફ

  • 1.7k
  • 612

શીર્ષક : પેટ સાફ તો સબ કુછ માફ ©લેખક : કમલેશ જોષીઅમારા એક વડીલ કહેતા ‘પેટ સાફ તો સબ કુછ માફ’. અમારા એક મિત્રને ભજીયા બહુ ભાવે. પેટ ગમે તેવું બગડેલું હોય, ભજીયા જોઈને એનું મન કાબૂમાં ન રહે. સહેજ આગ્રહ કરો કે તરત જ એક પ્લેટ તો ચટ કરી જ જાય. બે વાર તાણ કરો એટલે બીજી પ્લેટ ઉપાડી લે. સહેજ વધુ ખેંચો તો ત્રીજી અને ચોથી પણ ગટકાવી જાય. એમાંય જો વચ્ચે યાદ કરાવો કે ‘ભાઈ, તું આવ્યો ત્યારે કહેતો હતો કે તારા પેટમાં ગરબડ છે, એટલે જરા ધ્યાન રાખજે’ એટલે એ ભાઈ બે ક્ષણ તમારી સામે તાકી