ચોરોનો ખજાનો - 63

  • 1.3k
  • 1
  • 609

તોફાનમાં સફર આગળ ધૂળિયું તોફાન આવી રહ્યું છે તે જાણવા છતાં રાજસ્થાનના રણમાં અમુક સ્પોર્ટ્સ કાર દોડી રહી હતી. કાર ચાલકોએ તેમજ તેમની પાછળ બેઠેલા દરેક જણે તોફાન અને ઉડતી ધૂળથી બચવા માટે આંખોને ચશ્મા વડે અને મોઢાને કપડા વડે ઢાંકીને રાખેલા હતા. દરેક જણ જેમ જંગમાં જઈ રહ્યા હોય તેમ જોશમાં, બની શકે એટલી સ્પીડમાં આગળ વધી રહ્યા હતા. પેલા રણ સફારીના માલિકે સારી અને મજબૂત ગાડીઓ આપી હતી. સૌથી આગળ દોડી રહેલી જીપમાં ચાર જણ બેઠા હતા. બાકીની દરેક કાર જે જીપ જેવી જ સપોર્ટ કાર હતી તેમાં બાકીના લોકો બેઠેલા હતા. દોડી રહેલી ગાડીઓ નીકળતાની સાથે જ