અ - પૂર્ણતા - ભાગ 18

  • 892
  • 728

હેપ્પી મિશાને લઈ રેનાને શોધવા જાય છે. ગર્લ્સને ફાળવેલા રૂમમાંથી એક રૂમ બંધ હોય છે. હેપ્પી રૂમના દરવાજા પર ટકોરા મારે છે. "રેના, તું અંદર છે?" "હા હેપ્પી, તું જા, હું દસ મિનિટમાં આવું છું." "કઈ હેલ્પ જોતી હોય તો કે..હું કરી આપુ." "નહિ હેપ્પી તું જા...હું બસ આવું જ છું." "ઓકે." આમ કહી હેપ્પી મિશાને લઈ ફરી પાછી હોલમાં આવી જાય છે. પરમ ઇશારાથી જ તેને પૂછે છે કે રેના ક્યાં? "એ બસ થોડી વારમાં આવે છે. તૈયાર થાય છે." પરમ બોલ્યો, "આ છોકરીઓને આટલી બધી તૈયાર થવામાં વાર કેમ લાગતી હશે?" "ઘરે સરખું નહાતી નહિ હોય પછી મેકઅપ