બે ઘૂંટ પ્રેમના - 8

  • 2k
  • 1
  • 1.3k

ઓફિસના કામથી પરેશાન થતો હું ઘરે જવા નીકળી ગયો. છ વાગીને દસ મિનિટ ઓલરેડી થઈ ચૂકી હતી. કાર પૂરઝડપે ચાલતી મારા મનપસંદી કેફે પર આવીને ધીમી પડી ગઈ. " ચા પીવા રોકાવ કે ચાલ્યો જાવ..." વિચાર કરતા મેં અંતે ઘરે જવાનું મન બનાવી નાખ્યું પણ આ શું? આગળ ટ્રાફિક! બે ટુવ્હીલર એકબીજા સાથે અથડાઈ હતી અને બન્ને એકબીજા સાથે જઘડો કરવા લાગ્યા. જેથી આસપાસ સારી એવી ભીડ પણ જમા થઈ ગઈ. " લાગે છે ટ્રાફિક હટતા દસ પંદર મિનિટ તો લાગી જશે...ચલ ત્યાં સુધીમાં ચા જ પી લવ...." કારને સાઈડમાં કરી હું કેફેની અંદર પ્રવેશ કર્યો. " કેમ છો અંકલ?"