હું સમયસર ઘરે તો પહોંચી ગયો, પણ આખા રસ્તે મારું મન સતત પોતાની લિમિટ કેટલી હોવી જોઈએ? વધારે પડતા સીધા રહેવું એ આજના જમાના પ્રમાણે અનફિટ કહેવાય? બધાના મમ્મી-પપ્પાના વિચારો કેમ જુદા જુદા હોય છે? શું ખરેખર મારા પેરેન્ટ્સ ઓર્થોડોક્સ છે? પરમની ફ્રીડમ એના પેરેન્ટ્સના બ્રોડ માઈન્ડેડ વલણ પર આધારિત છે, પણ મારી ફ્રીડમનું શું? હું તો ખાલી મોબાઈલમાં ગેમ્સ રમું કે વ્હોટ્સએપ જોઉ તોય મમ્મી ઊકળી જાય છે અને પરમ તો એનાથી ઘણો આગળ વધી ગયો છે. તો પણ એના ઘરમાં છે કોઈ રોકટોક? અને મારી મમ્મી તો કાયમ ટોક્યા જ કરે કે તારા પપ્પાની હાજરીમાં તો મોબાઈલ હાથમાં